રક્ષાબંધનના દિવસે બહેનની રક્ષા કાજે ભાઇ-બહેનની શહીદી
રાજપુત બારૈયા સમાજના ભાઇ-બહેન બરડા પહાડના કાટવાણા ગામે ભાઇ બહેનનુ શિયળ બચાવવા અને બહેને ભાઇનો જીવ બચાવવા માટે શહીદ થઇ ગયા હતા અને સાથો-સાથ ૧૧ મુસ્લિમ હુમલાખોરોના ઢીમ ઢાળી દિધા હતા.
સાડા છસો વર્ષ પુર્વે પોરબંદર ખાતે ખાંટ રાજપુત સમાજના બારૈયા શાખનો જુવાન રક્ષાબંધનના પાવનપર્વ નિમિત્તે પોતાની બહેનને અમરગઢ ગામે તેડવા માટે પગપાળા જતો હતો. તત્કાલીન સમયે વાહનની કોઇ સગવડ ન હોવાને કારણે મોટા ભાગે પગપાળા કે ગાડામાં જવાનો જ રિવાજ હતો. પરંતુ બારૈયા સમાજનુ જુવાન લોહી ગાડાને બદલે પગપાળા જ બહેનને તેડવા માટે ઉપડયો અને ચાલતા-ચાલતા બરડા ડુંગર પાસેના કાટવાણા ગામે પહોંચ્યો. આ ગામના પાદરમાં સંધી મુસ્લિમ કોમના પાંચ યુવાનો ગામના ઓટલા પર બેઠા હતા. ત્યાં સામે આવતા બારૈયા જુવાનને જોયો અને નજીક આવતા યુવાન પાસે ખંભે રાખેલ કડીવાળી આકર્ષક લાકડી જોતા આ મુસ્લિમ યુવાનો આડા ઉભા રહીને તારે અહીંથી જવુ હોય તો આ કડીયાળી લાકડી આપતો જા તેવી માંગ કરતા એકલ-બહાદુર ખાંટ રાજપુત યુવાને પડકાર ફેંકયો કે તમારી માં નું ધાવણ ધાવ્યું હોય તો લાકડીને હાથ અડાડીને બતાવો તેમ કહી ફાંટમાં રાખેલ અણીદાર પાણો કાઢીને છુટો ઘા કરતા એક યુવાન તો ત્યાં જ બઠો વળી ગયો અને બીજાઓને લાકડીથી મારમારી અધમુઆ કરી નાખ્યા અને જતાં-જતાં રાજપુતોની કમજોરી પડકાર ફેંકવા અને જિલવા છે તેમ પડકાર ફેંકતો ગયો કે પરમ દિવસે હું અહીથી મારી બેનને લઇને નીકળીશ તમારામાં જોર હોય તો આવી જજો. એવું કહીને બહેન રાજબાઇના ગામ અમરદડ જવા નીકળી પડ્યો જ્યાં બહેનના ઘરે એક દિવસ રોકાઇ બહેનને લઇને પરત ફરતો હતો ત્યારે વચ્ચે રસ્તામાં કાટવાણા ગામ આવ્યું ત્યાં એ પાંચ ને બદલે ૧૧ મુસ્લિમ યુવાનો તેની રાહ જોઇને જ બેઠા હતા. એટલે કે કહેવાય છે ને બોલકી મર્દાનગી કરતા મુંગી મર્દાનગી દિપી ઉઠતી હોય છે. બોલકી મર્દાનગી બહેન સાથે હોવાથી મોટી મુસીબત ઉભી કરી પરંતુ ખાંટ રાજપુતનું લોહી હાથડા ગાંજી જાય તેવું ન હતું. ભલે અગીયારને પડકાર ફેંક્યો પણ સામેથી ભુલશા ફકીર નામના યુવાને હવે તો અમારે લાકડી અને લડકી બંને જોઇએ છે . તેવી બિભત્સ માંગણી કરી તો રાજબાઇએ કહ્યું ફકીર તું તો માંગીને અમારા ઘરનું જ ધાન ખાસ. તો બેશર્મ ફકીરે ઉત્તર આપ્યો હવે ધાન સાથે તને પણ ખાઇશ એટલું બોલતા રાજપુતાણીનું લોહી ઉકળી ઉઠયું અને તેણીએ પણ રક્ષા માટે સંતાડી રાખેલ તલવાર કાઢી એક જ ઝાટકે ફકીર ભુલશાનું માથું ધડથી અલગ કરી નાખ્યું અને બંને ભાઇ-બહેનો તુટી પડ્યા. સામ-સામે ખેલાયેલ ધીંગાણામાં અગીયાર મુસ્લિમોના ઢીમ ઢાળી નાખ્યા અને બનેં ભાઇ-બહેન પણ શહીદ થઇ ગયા. સાડા છસો વર્ષ પુર્વે રક્ષાબંધનના દિવસ શહીદ થયેલા આ વીર ભાઇ-બહેનના આજે પણ કાટવાણા ગામમાં પાળીયા છે. અને બાજુમાં અગીયાર મુસ્લિમોની કબર છે. ભાઇ-બહેન આજે પણ સુરાપુરા તરીકે પુજાય છે.