ભક્તશ્રી રામબાપાની જગ્યા મેવાસા મુકામે યોજાયેલ રામનવમી મહોત્સવ-૨૦૧૭

 

 


ભક્તશ્રી રામબાપાની જગ્યા મેવાસા મુકામે તારીખ: ૦૫/૦૪/૨૦૧૭ ના રોજ રામનવમી મહોત્સવનું સમસ્ત ખાંટ રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ વર્ષના વિશેષ આયોજન પર કરીએ એક નજર……………………..

  • રામનવમી મહોત્સવમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ની ખાસ ઉપસ્થિતિ. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભકતશ્રી રામબાપાની જગ્યા એ પ્રવાસન વિભાગ દ્વારા જગ્યાના વિકાસ માટેના ખાત મુર્હત કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહી સમસ્ત સમાજને પ્રોત્સાહન પૂરું પાડેલ.
  • પ્રવાસન વિભાગ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં જુદી જુદી જગ્યાઓના વિકાસ માટેના ખાત મુર્હત કાર્યક્રમ ભક્ત શ્રી રામબાપાની જગ્યાએ જેમના પ્રયત્નો દ્વારા યોજાયો એવા ગુજરાત રાજ્ય ના કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા, પોરબંદરના સંસદ શ્રી વિઠલભાઈ રાદડિયા પણ ઉપસ્થિત રહેલ. સાથે સાથે પ્રવાસન મંત્રી શ્રી ગણપતભાઈ વાસાવા, ગોંડલના ધારા સભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા, ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન શ્રી જેન્તીભાઈ ઢોલ, પૂર્વ મંત્રી શ્રી જશુબેન કોરાટ અને ઘણા રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ નું આયોજન થયું.
  • સમસ્ત ખાંટ રાજપૂત સમાજ અને ભક્તશ્રી રામબાપાની જગ્યા મેવાસા દ્વરા જગ્યાના અને જેતપુર તાલુકા ખાંટ રાજપૂત સમાજના પ્રમુખ શ્રી ભુપતભાઈ સોલંકીની આગેવાનીમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. સમસ્ત સમાજના આગેવાનો જેમાં બચુબાપા ઝાલા,વેલજીભાઈ સરવૈયા, જયસુખભાઈ ગુજરાતી, ભીખુભાઈ ભેડા,ધીરુભાઈ સરવૈયા અને ગામેગામ થી પધારેલ ખાંટ રાજપૂત સમાજના સરપંચશ્રીઓ, આગેવાનો, યુવા શક્તિ સંગઠનના હોદેદારો વડીલો , બહેનો મોટી સંખ્યામાં હાજર રહેલ.
  • આ કાર્યક્રમને શિસ્ત સભર પૂર્ણ કરવા માટે ગામે ગામ થી હજારોની સંખ્યામાં યુવા શક્તિ સંગઠનના યુવાનોએ સ્વયંસેવક તરીકે જોડાઈ સેવા આપેલ અને સફળ બનાવેલ.
  • રામનવમી મહોત્સવ નીમ્મીતે ભક્તશ્રી રામબાપાની ઠેર ઠેર વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં ભવ્ય શોભાયાત્રા મેવાસા મુકામે નીકળેલ. જેમાં ગોંડલ, વેગડી-ભૂખી, જેતપુર-પેઢલા મુકામેથી શોભાય્ત્રમાં હજારો યુવાનો જોડાયેલા.

 

Menu