સમસ્ત ખાંટ રાજપૂત સમાજ નું ગૌરવ

તાજેતરમાં ઓલ ઇન્ડિયા ટેકવેન્ડો એસોસિએશન દ્વારા. મુંબઇ (મહારાષ્ટ્ર) ખાતે યોજવામાં આવેલ ૩જી નેશનલ ટેકવેન્ડો ચેમ્પીયનશીપ-૨૦૨૦માં મૂળ ગામ બેટાવડ હાલ ગોંડલ રહેતા અને ગંગોત્રી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-ર (અંગ્રીજી માધ્યમ) માં અભ્યાસ કરતા માનવ કિશોરભાઇ સોલંકીએ ૮(આઠ) વર્ષની ઉંમરે અન્ડર-૧૪ વય જુથમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ખાંટ રાજપુત સમાજ, ગંગોત્રી ઈન્ટરનેશનલ સ્કુલ તથા ગોંડલનું નામ રોશન કરેલ છે. ૩જી નેશનલ ટેકવેન્ડો ચેમ્પીયનશીપ-૨૦૨૦માં ગોલ્ડ મેડલ મેળવવા બદલ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કુલ ના ટ્રસ્ટી સંદીપ ભાઈ છોટાળા અને કોચ ગૌરાંગભાઇ મહાતારાએ માનવ કિશોરભાઇ સોલંકી ને અભિનંદન પાઠવ્યા હતા…..

Menu