સમસ્ત ખાંટ રાજપૂત સમાજ અને યુવા શક્તિ સંગઠન વીરપુર દ્વારાબીલખા સુધી ભવ્ય શોભાયાત્રા
મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે સમસ્ત ખાંટ રાજપૂત સમાજ અને યુવા શક્તિ સંગઠન વીરપુર દ્વારા વીરપુર થી બીલખા રામનાથ દાદા તથા નૂરસતાગોર બીલખા સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોઈએ તેની કેટલીક અદભુત તસ્વીર ગાથા તથા ઝલક.
- બાઈક રેલીમાં 4000 જેટલા યુવાનો, ભાઈઓ,બહેનો,વડીલો,આગેવાનો જોડાઈને સમાજની એકતા અને શક્તિનું પ્રદર્શન કરેલ.
- આ શોભાયાત્રામાં ગામે ગામથી યુવા શક્તિ સંગઠન જોડાયેલ. જેમાં ગોંડલ,લુણીવાવ,ખોખરી,દાળિયા,મોટા ઉમવાડા,વસાવડ,કાલાભડી,ભરૂડી,ખીરસર ગઢ, ખીરસર ભાદર,રાજકોટ,જેતપુર,વીરપુર,જેપુર,ભૂખી,મંડલીકપુર,પાચપીપલા,ડેડરવા, જેતલસર જેવા લગભગ 50 ગામના યુવાનો જોડાયેલ.
- શોભાયાત્રાનું રસ્તા માં આવતા ગામોમાં ભવ્ય સ્વાગત અને ધ્વજાજી ના સામૈયા કરવામાં આવેલ હતા.
- રસ્તામાં આવતા જેતલસર,ડેડરવા,બાવાપીપલીયા,સુખપુર,ભેસાણ,છોડવડી ગામના ખાંટ રાજપૂત સમાજ દ્વારા અને યુવાનો દ્વારા ચા પાણી અને સરબતની વ્યવસ્થા કરવામાં આવેલ.
- આ રેલીમાં સમાજના તમામ આગેવાનો જોડાઈને યુવાનોને પ્રોત્સાહન આપેલ. તેમજ બીલખા નૂરસતાગોરની જગ્યાએ ભવ્ય સભાનું આયોજન કરવામાં આવેલ. જ્યાં સમાજના બારોટ શ્રી વસ્તાભાઈ બારોટ દ્વારા સમાજના ઇતિહાસની જાંખી કરાવી ખાંટ રાજપૂત સમાજનો ભવ્ય અને સત્ય બારોટના ચોપડે લખાયેલ ઇતિહાસ જણાવી સમાજને ગોરાવન્વિત કરેલ.
- આ સભામાં સમાજના આગેવાનો દ્વારા સમાજને પ્રેરક પ્રાસંગિક પ્રવચન કરેલ. જેમાં વેલજીભાઈ સરવૈયા, ભુપતભાઇ સોલંકી, રમેશભાઈ મકવાણા, નરસિંહભાઈ સરવૈયા, કે.પી.ગુજરાતી સાહેબ,મુકેશભાઈ ઝાલા,જેવા ઘણા આગેવાનો ઉપસ્થિત હાજર રહેલ.
- કે.પી.ગુજરાતી સાહેબે બીલખા નૂરસતાગોરની આપના સમાજની જગ્યાએ એક સુંદર બિલ્ડીંગ બનાવવાનું પોતાનું સ્વપ્ન પૂરું કરવા સમાજને સહયોગ આપવા પણ અપીલ કરવામાં આવેલ. જે કામની શરૂઆત થય ગયેલ છે. તેમજ સમાજમાં જાગૃતિ આવે અને સમાજના દરેક ભાઈઓ,બહેનો,યુવાનો એક ઉત્તમ સંકલ્પ દ્વારા પોતાનો અને સમાજનો વિકાસ થાય એવી એક સુંદર સંકલ્પ પત્રિકાનું દરેક સુધી તેમના તરફથી વિતરણ કરવામાં આવેલું.