ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ ના વીર યોદ્ધાઓ વિશે ટુકમા માહિતી
૧) *જસોજી કે જેસીંગમેર* જેતે વખતે આ ખાંટ રાજપૂત સરદારની હાંક વાગતી હતી તે ખુબજ જોરાવર અને શક્તિશાળી સરદાર હતો.જસોજી એ બીલખામા પ્રથમ ક્ષત્રિય ખાંટ રાજપૂત ની રાજધાની સ્થાપી અને ભાયાજી મેર સુધી ચાલી હતી,બીલખા,ઘાંટવડ,ધાંધલપુર,ખોખરી,કુંડલા,પેઢલા,ભેડાપીપળીયા,રબારીકા,રામોદ,રામસિકા,વાઘણીયા વગેરે જેવા રાજ્યો તેમજ ગરાસના ગામોમાં આ સરદારનો કબજો હતો,કહેવાય છે કે મેંદરડા પર પણ ક્ષત્રિય ખાંટ રાજપૂતોનો કબજો હતો,જૂનાગઢ અને બીલખા પાસેના ઘણા ગામો વિજાપુર,સોડવદર,ઘૂડવદર વગેરે અન્ય ગામોમાં ખાંટ રાજપૂતો ના ગરાસ હતા.આ રાજ્યો તથા ગરાસ આ જસોજીએ પોતાના સ્વબળે પુરી હિંમત,લગની,ધૈર્ય અને ખંત થી જીત્યા હતા,અને લાંબો સમય સુધી રાજ્યો તેમજ ગામ ગરાસ પર હુકુમત ભોગવી હતી.
૨) *સોનંગજી મેર*
આ વીર યોધ્ધો પણ જોરાવર અને શક્તિશાળી સરદાર હતો તેની પાંચાળ પ્રદેશમા હાંક વાગતી હતી,તેમને બાર પુત્રો હતા તેમનો ધાંધસિંહ ખુબજ શોર્યવાન અને શક્તિશાળી હતો.બીજા એક પુત્રનું નામ ખાંટસિંહ હતું તેના પરથી પણ ખાંટ રાજપૂતો થયાનું મનાય છે.
૩) *ધાંધસિંહ કે ધનમેર*
આ વીર યોદ્ધાએ ધંધુકા જીતી ત્યાં રાજગાદી સ્થાપી હતી અને પાંચાળ પ્રદેશમાં ધાંધલપુર નામનું ગામ પણ વસાવ્યું હતું.તેવો એક અંગ્રેજી પુસ્તકમાં ઉલ્લેખ જોવા મળે છે.
૪) *પાતલજી ભાટી કે પાટલજી ખાંટ*
આ પાતલજી એ ગુજરાત પ્રદેશ નું પેટલાદ જીતી ત્યાં રાજગાદી મેળવી હતી.પાતલજી એ હમીરજી ગોહિલને મદદ કર્યાની વાત પણ છે.
૫) *માણાજી સવાજી મેર*
આ વીર યોધ્ધા વીષે ”તારીખે સોરઠ” નામના ઐતિહાસિક પુસ્તકમાં એમ લખાયું છેકે વી.સં.૧૮૦૪ માં ઉપરકોટનો કબજો લીધો હતો અને ઉપરકોટના કિલ્લામાં ખુબજ ઉપદ્રવ ફેલાવેલો હતો અને બાબી બાદશાહ તે માટે આરબોને રકમ આપી કામ ચલાવતા હતા.
૬) *સામતજી ખાંટ (મેર)*
આ યોદ્ધાએ ઇ.સ.૧૮૬૪ માં વાઘેરો સાથે હાથ મિલાવ્યા હતા અને રાજપૂત,સંધિ, ગામેતી, રબારી અને કોળીના સાથીદારો ની એક ટોળી બનાવી હતી અને પછી આ ટોળી રાજ્ય સામે બહારવટે ચડી હતી ,ધીરેધીરે સાથીદારો વિખરાય ગયા અને રાજ્યે સમાધાન માટે કહેણ મોકલ્યું હતું પરંતુ ત્યારબાદ સામતજી મરાયો અને બહારવટા નો અંત આવ્યો.
૭) *મેપાજી મકવાણા (ઝાલા)* આ વીર યોધ્ધો ખુબજ બાહોશ અને હિંમતવાન ગણાતો હતો,મેપાજી મકવાણાએ પોતાના સાથીદારો સાથે ઘાંટવડ નામનું નાઘેરનું પરગણું આહિરો પાસેથી જીતી ત્યાં પોતાની રાજગાદી સ્થાપી હતી અને ઘણા લાંબા સમય સુધી આ યોદ્ધાની આણ આ પ્રદેશ પર ચાલુ રહી હતી.
૮) *વિરોજી મેર* અને *ખીમોજી મેર*
આ વીર યોદ્ધાઓ બીલખાના જ સરદારો હતા,વિરોજી અને ખીમોજી બંનેએ રા’નવઘણનો પુત્ર ભૂપતસિંહ જે હતો તેને મહમૂદ બેગડા પાસેથી જૂનાગઢની રાજગાદી પરત અપાવવા ખૂબ જ મહેનત કરતા, ત્યારબાદ બંનેએ સાથે મળી જુનાગઢનું રાજ્ય મહમૂદ પાસેથી પાછું મેળવવા ચડાઈ કરી હતી અને તે યુદ્ધમાં ખીમોજી પ્રથમ શહીદ થયા હતા ત્યારે ખાંટ રાજપૂતો ના સેન્ય માંથી આશરે ૪૦૦૦ ચાર હજાર જેટલા વીર યોદ્ધાઓ શહીદ થયા હતા.
૯) *ભાયાજી મેર*
ક્ષત્રિય ખાંટ રાજપૂતો ની રાજધાની બીલખામા ચાલુ રહેલી અને છેક સં.૧૮૦૯ સુધી ચાલુ રહેલી ત્યારે રાજગાદી પર ભાયાજી મેર હતા. ભાયા મેર વિશે વધારે ઝવેરચંદ મેઘાણી એ લખેલ સૌરાટ્ર ની રસધાર ભાગ-૩ મા ‘દુશ્મન’ કરીને લેખ વાંચવો.
૧૦) *રણમલજી મેર*
આ શોર્યવાન સરદારે હિંમત અને કુનેહથી ”રાણસિકા” જીતી ત્યાં પોતાની સતા સ્થાપી હતી,આસપાસ ના ગામો પર પણ તેણે સતા વિસ્તારી હોવાનું કહેવાય છે.
૧૧) *લાખાજી મેર*
લાખાજી મેર ગિરનાર વિસ્તારમાં રહી અને કર ઉઘરાવતો હતો બહું જ ખમીરવંતો સરદાર હતો,આ વીર યોદ્ધાએ જામ રાવળ પરગણા મા આવેલ રામોદ જીતી ત્યાં બાર ગામો પર સતા ચાલુ રાખી હતી,ગિરનારમાં આવેલ બોરદેવી પાસે હાલ લાખા-કોઠા કે લાખા મેડી નામની જગ્યા જર્જરિત હાલતમાં આવેલી છે,આ નામ લખાજી ના નામથી પડ્યું હોવાનું મનાય છે.
૧૨) *જેમલ મેર*
આ વીર યોધ્ધો સરદાર લાખાજી મેરનો પુત્ર હતો તેમ કહેવાય છે કે તે યુદ્ધકળા મા ખુબજ બાહોશ હતો અને અનેક નાની મોટી લડાઈ કરી વિજય મેળવ્યાનુ નોંધાયું છે.
૧૩) *જેસલજી મેર*
જેસલજી મેર પણ ક્ષત્રિય ખાંટ રાજપૂતોના એક જોરાવર સરદાર હતો અને તેની હાંક વાગતી હતી અને ત્યારેજ ”ખાંટ” શબ્દ પ્રચલિત થયાનું મનાય છે જે નીચેના દોહા પરથી સ્પષ્ટ થાય છે.
“જગ કહે જેસલમેર,આળીબળ ઉત્તત,પરણી ભીલ પદમણી ક્ષત્રિય હુઆ ખ્યાત”.
૧૪) *વાઘજીમેર*
બીલખા મા ભાયાજી મેર ના શાસન પછી વાઘજીમેર બીલખા માંથી ઉછાળા ભરી નજીકમાં “વાઘણીયા” ગામ વસાવી તેનો ગરાસ સ્થાપી ત્યાંજ રહેવા લાગ્યો આથી એમ કહીએ તો વાઘજીમેરે જયારે બીલખા છોડ્યું ત્યારથી ખાંટ રાજપૂતોની પડતી શરૂ થઈ,ઘણા ખાંટ રાજપૂતોએ બીલખા માંથી ગીર,નાઘેર કે અન્ય જગ્યાએ જઈ વસવાટ કર્યો.વાઘણીયાનો ગરાસ ભારત સ્વતંત્ર થયું ત્યાં સુધી શ્રી નાનભા મેર આ ગામમાં ગરાસ છેલ્લે સુધી ભોગવતા રહ્યા.
૧૫) *સવદાસજી મેર*
આ વીર યોધ્ધો પણ પ્રખ્યાત ખાંટ રાજપૂત-મેર સરદાર હતા,સવદાસજી મેર ખાંટ રાજપૂતોના આદ્યપુરૂષ મનાય છે.
૧૬) *મેહ મોરબીયા*
આ વીર યોધ્ધાએ પણ ઘણા બહાદુરી ભર્યા કાર્ય કરી જેતે વખતે સારી નામના મેળવી હતી,તેમ કહેવાય છે કે બીજો સરદાર બીજલસિંહ મોરબીયા થયા તેનું નામ પણ આ ક્ષત્રિય ખાંટ રાજપૂત સરદારોની યાદી મા આવે છે પણ તે વિશે વધુ માહિતી મળી નથી.
*ધાંધે ધંધુકાલિયો,પાતલે લીયો પેટલાદ*
*જસાએ ગઢજૂનો લીધો,આદ ભાટી અનાદ*