ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ ના વીર યોદ્ધાઓ વિશે ટુકમા માહિતી
૧) *પાતલજી ભાટી મેર *
આ પાતલજી એ ગુજરાત પ્રદેશ નું પેટલાદ જીતી ત્યાં રાજગાદી મેળવી હતી.પાતલજી એ હમીરજી ગોહિલને મદદ કર્યાની વાત પણ છે. તેના નામે દુહો પણ છે
જેસલ મેરા જગ કહે અતળી બળ ઉટાંટ
પરણા ભીલ પદમણી ક્ષત્રિય પાતલથી ખાંટ
૨) *મેપાજી મકવાણા * આ વીર યોધ્ધો ખુબજ બાહોશ અને હિંમતવાન ગણાતો હતો, ખાંટ દરબાર મેપાજી મકવાણાએ સોમનાથ ની સખાત કરી હતી તે સોમનાથ ના યુદ્ધમાં જીવિત રહ્યા તે યોદ્ધાઓ સહીત ઘાંટવડ નામનું નાઘેરનું પરગણું આહિરો પાસેથી જીતી ત્યાં પોતાની રાજગાદી સ્થાપી હતી અને ઘણા લાંબા સમય સુધી આ યોદ્ધાની આણ આ પ્રદેશ પર ચાલુ રહી હતી.
૩) *જસોજી કે જેસીંગમેર* જેતે વખતે આ ખાંટ રાજપૂત સરદારની હાંક વાગતી હતી તે ખુબજ જોરાવર અને શક્તિશાળી સરદાર હતો.જસોજી એ બીલખામા પ્રથમ ક્ષત્રિય ખાંટ રાજપૂત ની રાજધાની સ્થાપી અને ખાંટ દરબાર ભાયાજી મેર સુધી ચાલી હતી,બીલખા,ઘાંટવડ,ધાંધલપુર,ખોખરી,કુંડલા,પેઢલા,ભેડાપીપળીયા,રબારીકા,રામોદ,રણશીવાવ,વાઘણીયા વગેરે જેવા રાજ્યો તેમજ ગરાસના ગામોમાં આ સરદારનો કબજો હતો,કહેવાય છે કે મેંદરડા પર પણ ક્ષત્રિય ખાંટ રાજપૂતોનો કબજો હતો,જૂનાગઢ અને બીલખા પાસેના ઘણા ગામો વિજાપુર,સોડવદર,ઘૂડવદર વગેરે અન્ય ગામોમાં ખાંટ રાજપૂતો ના ગરાસ હતા.આ રાજ્યો તથા ગરાસ આ જસોજીએ પોતાના સ્વબળે પુરી હિંમત,લગની,ધૈર્ય અને ખંત થી જીત્યા હતા,અને લાંબો સમય સુધી રાજ્યો તેમજ ગામ ગરાસ પર હુકુમત ભોગવી હતી.
૪) *લાખાજી મેર*
ખાંટ દરબાર લાખાજી મેર આ વીર યોદ્ધાએ જામ રાવળના પરગણા મા આવેલ રામોદ જીતી ત્યાં બાર ગામો પર સતા ચાલુ રાખી હતી, અને સગલા રબારી સામે ધીંગાણું થયું હતું તે ગામ રબારીકા અને તે યુદ્ધના પાવળીયા હાલ ભાદર નદીને કાંઠે ગામ રબારીકા મોજુદ છે
૫) *સવદાસજી મેર*
આ વીર યોધ્ધો પણ પ્રખ્યાત ખાંટ રાજપૂત-મેર સરદાર હતા, ખાંટ દરબાર સવદાસજી મેર ની આગેવાનીમાં બીલખામાં ૪૨ શાખાના ૧૦૦૦ ખાંટ દરબારો કામ આવી ગયા હતા
૬) *માણાજી સવાજી મેર*
આ વીર યોધ્ધા વીષે ”તારીખે સોરઠ” નામના ઐતિહાસિક પુસ્તકમાં એમ લખાયું છેકે વી.સં.૧૮૦૪ માં ઉપરકોટનો કબજો લીધો હતો અને ઉપરકોટના કિલ્લામાં ખુબજ ઉપદ્રવ ફેલાવેલો હતો અને બાબી બાદશાહ તે માટે આરબોને રકમ આપી કામ ચલાવતા હતા.
૭) *સામતજી ખાંટ (મેર)*
આ યોદ્ધાએ ઇ.સ.૧૮૬૪ માં વાઘેરો સાથે હાથ મિલાવ્યા હતા અને રાજપૂત,સંધિ, ગામેતી, રબારી અને કોળીના સાથીદારો ની એક ટોળી બનાવી હતી અને પછી આ ટોળી રાજ્ય સામે બહારવટે ચડી હતી ,ધીરેધીરે સાથીદારો વિખરાય ગયા અને રાજ્યે સમાધાન માટે કહેણ મોકલ્યું હતું પરંતુ ત્યારબાદ સામતજી મરાયો અને બહારવટા નો અંત આવ્યો.
૮) *વિરોજી મેર* અને *ખીમોજી મેર*
આ વીર યોદ્ધાઓ બીલખાના જ સરદારો હતા,વિરોજી અને ખીમોજી બંનેએ રા’નવઘણનો પુત્ર ભૂપતસિંહ જે હતો તેને મહમૂદ બેગડા પાસેથી જૂનાગઢની રાજગાદી પરત અપાવવા ખૂબ જ મહેનત કરતા, ત્યારબાદ બંનેએ સાથે મળી જુનાગઢનું રાજ્ય મહમૂદ પાસેથી પાછું મેળવવા ચડાઈ કરી હતી અને તે યુદ્ધમાં ખીમોજી પ્રથમ શહીદ થયા હતા ત્યારે ખાંટ રાજપૂતો ના સેન્ય માંથી આશરે ૪૦૦૦ ચાર હજાર જેટલા વીર યોદ્ધાઓ શહીદ થયા હતા.
૯) *ભાયાજી મેર*
ક્ષત્રિય ખાંટ રાજપૂતો ની રાજધાની બીલખામા ચાલુ રહેલી અને છેક સં.૧૮૦૯ સુધી ચાલુ રહેલી ત્યારે રાજગાદી પર ભાયાજી મેર હતા. ભાયા મેર વિશે વધારે ઝવેરચંદ મેઘાણી એ લખેલ સૌરાટ્ર ની રસધાર ભાગ-૩ મા ‘દુશ્મન’ કરીને લેખ વાંચવો.
૧૦) *રણમલજી મેર*
આ શોર્યવાન સરદારે હિંમત અને કુનેહથી ”રાણસિકા” જીતી ત્યાં પોતાની સતા સ્થાપી હતી,આસપાસ ના ગામો પર પણ તેણે સતા વિસ્તારી હોવાનું કહેવાય છે.
૧૧) *લાખાજી મેર*
લાખાજી મેર ગિરનાર વિસ્તારમાં રહી અને કર ઉઘરાવતો હતો બહું જ ખમીરવંતો સરદાર હતો,આ વીર યોદ્ધાએ જામ રાવળ પરગણા મા આવેલ રામોદ જીતી ત્યાં બાર ગામો પર સતા ચાલુ રાખી હતી,ગિરનારમાં આવેલ બોરદેવી પાસે હાલ લાખા-કોઠા કે લાખા મેડી નામની જગ્યા જર્જરિત હાલતમાં આવેલી છે,આ નામ લખાજી ના નામથી પડ્યું હોવાનું મનાય છે.
૧૨) *જેમલ મેર*
આ વીર યોધ્ધો સરદાર લાખાજી મેરનો પુત્ર હતો તેમ કહેવાય છે કે તે યુદ્ધકળા મા ખુબજ બાહોશ હતો અને અનેક નાની મોટી લડાઈ કરી વિજય મેળવ્યાનુ નોંધાયું છે.
૧૩) *વાઘજીમેર*
બીલખા મા ભાયાજી મેર ના શાસન પછી વાઘજીમેર બીલખા માંથી ઉછાળા ભરી નજીકમાં “વાઘણીયા” ગામ વસાવી તેનો ગરાસ સ્થાપી ત્યાંજ રહેવા લાગ્યો આથી એમ કહીએ તો વાઘજીમેરે જયારે બીલખા છોડ્યું ત્યારથી ખાંટ રાજપૂતોની પડતી શરૂ થઈ,ઘણા ખાંટ રાજપૂતોએ બીલખા માંથી ગીર,નાઘેર કે અન્ય જગ્યાએ જઈ વસવાટ કર્યો.વાઘણીયાનો ગરાસ ભારત સ્વતંત્ર થયું ત્યાં સુધી શ્રી નાનભા મેર આ ગામમાં ગરાસ છેલ્લે સુધી ભોગવતા રહ્યા.
૧૪) *મેહ મોરબીયા*
આ વીર યોધ્ધાએ પણ ઘણા બહાદુરી ભર્યા કાર્ય કરી જેતે વખતે સારી નામના મેળવી હતી,તેમ કહેવાય છે કે બીજો સરદાર બીજલસિંહ મોરબીયા થયા તેનું નામ પણ આ ક્ષત્રિય ખાંટ રાજપૂત સરદારોની યાદી મા આવે છે પણ તે વિશે વધુ માહિતી મળી નથી.
