સમસ્ત ખાંટ રાજપૂત સમાજ અને મહિલા મંડળ દ્વારા આયોજિત દ્વિતીય વિદ્યાર્થી સત્કાર સમારોહ.
મહિલા મંડળ અને યુવા શક્તિ સંગઠનના યુવાનો દ્વારા ભવ્ય સત્કાર સમારોહ યોજાયો.
સમારોહ ના મુખ્ય અતિથિ તરીકે સમસ્ત ખાંટ રાજપૂત સમાજ ના પ્રમુખ શ્રી બચુબાપા ઝાલા ખાસ ઉપસ્થિત રહેલ. તેમજ સમાજ ના અગ્રણીઓ એવા ભુપતભાઇ સોલંકી(જેતપુર તાલુકા ખાંટ રાજપૂત સમાજ પ્રમુખ), જયસુખભાઈ ગુજરાતી( પ્રમુખ જેતપુર નાગરપાલિકા) રાજુભાઇ સરવૈયા(પ્રમુખ ખાંટ રાજપૂત સમાજ), કે.પી.ગુજરાત(સદસ્ય શ્રી ખાંટ રાજપૂત સમાજ ટ્રસ્ટ રાજકોટ), વેલજીભાઈ સરવૈયા( ડિરેક્ટર શ્રી ગુજરાત રાજય પછાત વર્ગ વિકાસ નિગમ ગુજરાત), દિલીપભાઈ કંડોલીયા( એડવોકેટ અને અને જ્ઞાતિ અગ્રણી સક્રિય કાર્યકર), જીતુભાઇ લાલકીયા( જ્ઞાતિ અગ્રણી અને સક્રિય કાર્યકર), મહિલા મંડળ રાજકોટ પ્રમુખ શ્રી તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિ અગ્રણીઓ તથા અતિથિ વિશેષ ગોંડલ તાલુકાના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા હજાર રહીને સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ.
ગોંડલ શહેર અને તાલુકાના તેજસ્વી તારલાઓને ઇનામ આપી સમાજ દ્વારા પ્રોત્સાહિત કરેલ.
સાથે સાથે ખાંટ રાજપૂત સમાજના સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓનું સ્નેહમિલન કાર્યક્રમ અને સન્માન કાર્યક્રમ પણ રાખેલ.