શ્રી સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપુત યુવા શક્તિ સંગઠન -ગીર -સોમનાથ(વેરાવળ)
દરેક જ્ઞાતિ જનન એટલું કરે જ્યારે તમારા બારોટ ઘરે શીખ લેવા આવે ત્યારે એમની પાસેથી આપણા પૂર્વજોનો સાચો ઇતિહાસ આપવાનું કહો એ પણ લેખિત સ્વરૂપે અને આપણી જ્ઞાતિની ઉત્પત્તિ થી થયેલો વિકાસ તેમના ચોપડાઓમાં જુવો અને તેનો તમારા સ્માર્ટ ફોનમાં ફોટા પડીલો. જો એમ કરવાની ના પાડે તો એમને વિનંતી થી બે હાથ જોડી કેજો , “માફ કરજો બારોટદેવ પણ, ઘણા વર્ષોથી આપ અમારો ઇતિહાસ લખો છો અને એની અમે શીખ પણ આપતા આવ્યા છીએ તમારી ફરજ ના ભાગરૂપે આપે અમારો ઇતિહાસ તો અપવોજ પડે અને જો ઇતિહાસ તમામારી પાસે ના હોય તો તમને શીખ લેવાનો પણ કોઈ અધિકાર નથી. માટે વિનંતી છે કે જ્યારે આપ અમારો ઇતિહાસ હકીકત મુજબનો જણાવશો ત્યારે અમે હોંશે હોંશે શીખ અપશુ જય માતાજી” આટલી વાત કોઈપણ સંકોચ વગર બારોટને જરૂર કેજો તમારા વડીલ ના પાડે તો પણ. બસ બધા આ શરૂઆત કરશે એટલે એમાંથી કૈક નીકળશે. અને આમ કોઈના સપોર્ટ ની જરૂર નથી.
હવે જોઈએ કેટલા આ કામ કરી જ્ઞાતિ પ્રેમ દર્શવે છે.